સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

જનરલ નોલેજ

35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? –  દરિયાછોરું

C.E.E.નું પૂરું નામ જણાવો. –  સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

G.E.E.R.નું પૂરું નામ જણાવો.  –  ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)

IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?  –  ડૉ. વિક્રમ સારાભાઇ

IPRનું પૂરું નામ શું છે?  –  ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ

ITCTIનું પુરૂ નામ જણાવો.  – ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ

અક્ષરધામ શું છે ? – ગાંધીનગરમાં આવેલું સ્‍વામીનારાયણ પંથનું વડું મથક છે. 

અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ  – તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ

અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?  –  મોટેરા સ્ટેડિયમ

અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? –  અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?  –  બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ

અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? – ૧૨.૫ કિ.મી.

અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?  –  ભિક્ષુ અખંડાનંદ

અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? – અમદાવાદ

અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? –  તરગાળા

આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્‍મનું નામ શું છે ? – મંથન

આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે? – ડાંગ

આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? –  જુગતરામ દવે

ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? – ૬૦ ટકા

ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ? –  કારતકી

ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? –  ગાંધી માય ફાધર

એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? – જુલાઇ, ૧૯૫૦

એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? –  ડૉ. વિક્રમભાઈ સારાભાઈ

એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? –  સૂર્ય

એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? –  શૂન્ય

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? –  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? – અમદાવાદ

એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? –  ૩૦ કિલો

એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? –  ૧૨થી ૧૫ વર્ષ

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? –  ડૉ. જીવરાજ મહેતા

એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? –  સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે? –  અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)

એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? – સુરત

ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે? –  ગુજરાત

કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? –  કુમુદબેન જોષી

કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? – ગોકુલગ્રામ યોજના

કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? – શરદ પૂર્ણિમા

કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? –  હાજીપીરનો મેળો

કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? –  નખત્રાણા

કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? –  નિરુણા

કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ? –  ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ

કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. –  કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? –  સાહેબ

કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? –  જય જય ગરવી ગુજરાત

કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? –  પ્રીતી સેનગુપ્તા

કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? –  ડૉ. હંસાબેન મહેતા

કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? –  જીતેન્દ્ર જટાશંકર રાવલ

કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? –  ડૉ. મધુકર મહેતા

કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? –  રવિશંકર રાવળ

કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? – માધવસિંહ સોલંકી

કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની  વ્યવસ્થા કરી આપી હતી? –  મહારાજા સયાજીરાવ ગાયકવાડ

કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? –  પાલનપુર

કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? –  સંતશ્રી આપા ગીગા બાપુ

કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? –  મેકલેન્ડ

કવાંટ મેળો કયાં ભરાય છે ? –  છોટા ઉદેપુર

કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? –  શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

27 comments on “જનરલ નોલેજ

  1. sd
    November 19, 2012

    very good

  2. Mehul Patel
    January 10, 2013

    nice and very good, i like you

    • nirali patel
      October 9, 2014

      very nyc……..

  3. bhavesh
    January 11, 2013

    Very Very good Question And
    Answer

  4. ALPESH
    January 30, 2013

    VERY GOOD

  5. bhoomi vaniya
    February 18, 2013

    so simple and very nice….

  6. vasanr mali
    March 5, 2013

    i like it

  7. Bihola Prakashsinh
    March 7, 2013

    Very Good

  8. GIRIRAJSINH
    March 14, 2013

    v good

  9. jayesh
    March 15, 2013

    very good

  10. Meghal Soni
    March 19, 2013

    That’s really nicely written
    And It’s also really useful…
    But one thing I want to suggest is that provide the date of last update for the Information/page so that reader can know version of the information !!!!

  11. ravi
    June 11, 2013

    nice

  12. anupatel
    July 22, 2013

    very nice and like u

  13. Sumit Shah
    September 3, 2013

    Like This

  14. rakesh
    September 24, 2013

    its very good information nd helping those who r preparing gujarat gaun seva exam….nice

  15. dimpal galoriya
    November 19, 2013

    i like

  16. bhavesh
    March 12, 2014

    very good

  17. jignesh kalol
    July 28, 2014

    fine

  18. HIRAL VANKAR
    October 14, 2014

    very fantastic!

  19. parmar chandrakantbhai
    October 17, 2014

    thankay s

  20. KEYUR PATEL
    October 25, 2014

    nice questions.

  21. Bhavesh j Bhimani
    January 26, 2015

    nice and very good, i like you

  22. shital jayswal
    August 18, 2015

    i like it

  23. mayank
    September 9, 2015

    good

  24. amit c patel
    September 26, 2015

    so good new pls….

  25. હેમાક્ષી ઢીમર
    June 16, 2016

    ખૂબ સરસ માહિતિ આપી છે.

  26. jaydip patel
    July 27, 2016

    i like this varry good gk

Leave a reply to jayesh Cancel reply