સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

બાબા રામદેવ ની ધડપકડ

બાબા રામદેવ અને તેમનાં હજારો સમર્થકોએ સોમવારે બપોરે સંસદ તરફ કૂચ કરી હતી. હાથમાં તિરંગા લઈ અને દેશભક્તિના સૂત્રો પોકારતાં તેઓ રામલીલા મેદાન પરથી નીકળ્યાં હતાં, ત્યારે દિલ્હીના રણજીતસિંહ ફ્લાઈઓવર પાસે તેમની અટકાયત કરવામાં આવી હતી.

અગાઉથી જ રણજીતસિંહ ફ્લાઈ ઓવર પર ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો અને પોલીસ ખડકી દેવામાં આવી હતી. એવું માનવામાં આવતું હતું કે પોલીસ અહીં જ બાબા રામદેવ અને તેમના સમર્થકોને આંતરી લેશે. માથા પર કાળી પટ્ટી ધારણ કરીને તિરંગા સાથે બાબા રામદેવ તેમનાં સમર્થકો સાથે રણજીતસિંહ ફ્લાઈ ઓવર પાસે પહોંચ્યાં ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. તેઓ સંસદ ભવન સુધી પહોંચી શક્યાં ન હતાં. બાબા રામદેવ અને તેમના સમર્થકોએ અટકાયત વહોરી હતી. રણજીતસિંહ ફ્લાઈ ઓવર પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં, જેનાં કારણે ચક્કાજામના દ્રશ્યો સર્જાયાં હતાં. બાબા રામદેવે અટકાયત આપતાં પહેલાં કહ્યું હતું કે અમે પોલીસની કાર્યવાહીનો વિરોધ નથી કર્યો અને પોલીસને અહિંસાત્મક રીતે સમર્થન આપી રહ્યાં છીએ.
આ પહેલા બાબા રામદેવે તેમના સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો પોલીસ તેમને અટકાવવા માટે પ્રયાસ કરે તો અહિંસાત્મક અને શાંતિપૂર્વક વિરોધ કરવાનો છે અને અટકાયત આપવાની છે. બાબા રામદેવે ઉમેર્યું હતું કે જાતે જ પોલીસની ગાડીમાં નથી બેસવાનું. તેરમી તારીખે કેન્દ્ર સરકારનું તેરમું થઈ ગયું છે.

ભાજપના અધ્યક્ષ નીતીન ગડકરી અને જેડીયુના અધ્યક્ષ શરદ યાદવ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. શરદ યાદવે મુક્યો હતો કે વડાપ્રધાન દેશમાં એફડીઆઈ લાવવા માંગે છે, પરંતુ તેનાથી દેશના 22 કરોડ ગરીબોનો કોઈ ઉદ્ધાર નહીં થાય. દેશની એક ટકા અંગ્રેજી બોલતી વસ્તી પાસે જ નાણું એકઠું થઈ રહ્યું છે. ભાજપના અધ્યક્ષ નીતીન ગડકરીએ કહ્યું હતું કે દરેક બાબતોને રાજકીય ચશ્માથી ન જોવી જોઈએ. આ કોઈ રાજકીય બાબત નથી. બાબા રામદેવના આંદોલનને ભાજપનું નૈતિક સમર્થન છે. કાળાં નાણાંને પરત લાવવાના મુદ્દે અને ભ્રષ્ટાચારના મુદ્દે તેઓ પૂર્ણપણે બાબા રામદેવની સાથે છે. ગડકરીએ આરોપ મુક્યો હતો કે સીબીઆઈએ કોંગ્રેસ બ્યુરો ઓફ ઈનવેસ્ટિગેશન છે. સરકાર દ્વારા સીબીઆઈનો ઉપયોગ બ્લેકમેલિંગ માટે થયો હોવાનું અનેક વખત બહાર આવ્યું છે. ટીડીપી, બીજેડી અને આસામ ગણ પરિષદના નેતાઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Information

This entry was posted on August 13, 2012 by in વર્તમાન પ્રવાહો.
%d bloggers like this: