સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

શિવાજી

શિવાજી

છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા રાજ્યના સ્થાપક હતા. ઇ.સ. ૧૬૭૪ દરમિયાન ભારતમાં મોગલ સામ્રાજ્ય હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગોરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મોગલ પાસેથી મરાઠા પ્રદેશ જીતી લીધો હતો. ભારતમાં અને ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીરપુરુષ તરીકે ગણના થાય છે અને ઘણી દંતકથા અને લોકકથા પણ તેમના માટે પ્રચલિત છે.

ઇ.સ.પૂર્વે ૩૦૦- ઇ.સ. ૨૩૦ સુધી મહારાષ્ટ્રમાં સાતવાહનોનું રાજ્ય હતુ. ત્યાર પછી નાના-નાના ઘણા રાજાઓએ ત્યાં રાજ્ય કર્યુ. આશરે ૧૦મી સદીમાં યાદવોના હાથમાં મહારાષ્ટ્રનું રાજ્ય આવ્યુ. ઇ.સ. ૧૨૯૨માં અલા-ઉદ્-દિન ખિલજીએ યાદવોને હરાવ્યા પરંતુ યાદવોએ ૧૩૧૦ સુધી રાજ્ય કર્યુ. યાદવોની એક શાખા કોંકણ અને ખાનદેશ પ્રદેશમાં પણ રાજ્ય કરતા હતા. મરાઠા પાટનગર મુસલમાનોના હાથમાં આવ્યુ પરંતુ સ્થાનિક સત્તા તો ત્યારના રાજાઓ પાસે જ રહી. ૧૪૫૩માં બાહમની રાજ્યનું વિશાલગઢ પરનું આક્રમણ નિષ્ફળ રહ્યું. સમય જતા સલ્તનત, સ્થાનિક રાજાઓ અને યાદવો વચ્ચે એક સમજુતિ ઉભી થઇ અને યાદવો બાહમનીના ખંડિયા બન્યા. ૧૪૯૨માં બાહમની પાંચ શાહીઓમાં વહેંચાયું. ૧૫૬૫માં દક્ષિણની સલ્તનતોએ સાથે મળીને ટાલિકોટામાં વિજયનગર રાજ્યને હરાવ્યું. જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા ત્રણ સલ્તનતમાં વહેંચાઇ ગઇ હતી – બીજાપુર, અહમદનગર અને ગોલકોંડા. મોટાભાગના મરાઠાઓ સલ્તનતના સુબા બની રહેતા હતા. એકબીજી સલ્તનત વચ્ચે સત્તત મૈત્રી અને સંઘર્ષ ચાલ્યા કરતા.

આ દરમિયાન દિલ્હીની સત્તા શાહજંહાના હાથમાં હતી.

શિવાજીના પૂર્વજો મરાઠા જાતિના ભોંસલે વંશના હતા અને પુના જિલ્લાના હિંગાણી, બેરાડી અને દેવલગાંવ ગામોના મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. મોગલ અને નિઝામશાહી વચ્ચેની લડાઇમાં સૂબેદાર રહીને ભોંસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી અને વગદાર પણ બન્યો હતો. શિવાજીના પિતા શહાજી તેમના પિતા માઓજીના યુદ્ધ દરમિયાન યુવાનીમાં મૃત્યુ પછી તેમના કાકાને ત્યાં મોટા થયા હતા. લખુજી જાધવની પુત્રીજીજાબાઇ સાથે શહાજીના લગ્ન થયા હતા અને ત્યાં રાજ્ય કરતા આદિલશાહે લગ્નમાં હાજરી પણ આપી હતી.

પોતાના પૂર્વજોની જેમ, શહાજી પણ મોગલ યુદ્ધોના ખેલાડી હતા. નિઝામશાહના વઝીર, મલિક અંબર સાથે રહીને તેમણે મોગલ સૈન્યને સખત ભીડ આપી પરાસ્ત કરેલુ. પરંતુ ડામાડોળ પરિસ્થિતિથી થાકી, શહાજી નિઝામશાહને છોડી બીજાપુરના આદિલશાહ સાથે જોડાઇ ગયા હતા. આદિલશાહે તેમને ‘સર લશ્કર’ નો ખિતાબ આપેલો. સમ્રાટ શાહજહાંએ જ્યારે ફરીથી નિઝામ પર ચડાઇ કરી ત્યારે શહાજી નિઝામને મદદ કરવા પહોંચી ગયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: