સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

કરંટ ગુજરાત

June 

ગુજરાતમાં ઇમ્પેક્ટ ફીમાં જંત્રી નાબુદ, મહત્તમ ફી રૂ. ૭૫,૦૦૦.

યુસુફ પઠાણને એકલવ્ય એવોર્ડ એનાયત કરાયો.

નરહરિ અમીન દ્વારા મોદી સરકારની યુસુફ – મુનાફ બાબતે ટીકા કરાતાં રમતગમત અધિકારીઓ દ્વારા તત્કાળ બંનેના ઘરે જઇ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટી-૨૦ ફોર્મેટમાં સૌથી ખતરનાક ખેલાડીઓમાં જેની ગણના થાય છે એવા વડોદરાનું ગૌરવ યુસફ પઠાણને આજે અહીં રમતગમત અધિકારીઓ દ્વારા તેના ઘરે જઇ એકલવ્ય એવોર્ડ, રૂ. એક લાખનો ચેક અને બ્લેઝર આપી સન્માનિત કરાયો હતો. ગઇકાલે ગુજરાત ક્રિકટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નરહરિ અમિને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ક્રિકેટરો યુસુફ પઠાણ અને મુનાફ પટેલને વર્ષ ૨૦૧૦-૧૧માં ક્રિકેટમાં તેમની કામગીરી બદલ એકલવ્ય એવોર્ડ આપવાની જાહેરાત કરવામા આવી હતી. 

એ વાતને એક વર્ષ થયું હોવા છતાં તેઓને આ એવોર્ડ અપાયો નથી. જ્યારે રાજકિય હેતુ માટે નરેન્દ્ર મોદી દ્વારા કરોડો રૂપિયા ખર્ચી નાખવામા આવે છે. આ વાતથી સફાળા જાગેલ મુખ્ય મંત્રીએ તત્કાળ રાજ્યના રમતગમતના અધિકારીઓને વડોદરા મોકલી એવોર્ડ એનાયત કરી દીધો હતો. આજે રાજ્ય સરકાર અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ વતી સ્ટેટ સ્પોર્ટ્સ કાઇન્સલ સચિવ ડૉ.અશોક રાવલ અને યુથ બોર્ડ અધિકારી સંજય પંડ્યાએ યુસુફ પઠાણના ઘરે જઇ તેના પિતા મહેમૂદખાન પઠાણની હાજરીમાં યુસુફ પઠાણને એકલવ્ય એવોર્ડ(સ્મૃતિ ચિન્હ)અને રૂ. એક લાખનો ચેક આપી સન્માતિ કરી અભિનંદન આપ્યા હતાં. 

એવોર્ડ મેળવીને ખુશીની લાગણી અનુભવું છું: યુસુફ પઠાણ

અંતે માધુપુરા બેંક ફડચામાં, થાપણદારોના કરોડો રૂપિયા ડૂબ્યા.

અદાણી પાવર લી. ના સીઈઓ રવિ શર્માનું રાજીનામું.

ગુજરાતમાં દરિયાકાંઠાના પર્યટનને પ્રોત્સાહન આપવા આયોજન પંચ દ્વારા રૂ. ૧૨૦૦ કરોડ મંજુર.

મારુતી-સુઝુકી અમદાવાદ જીલ્લાના મંડળ તાલુકામાં મેનીફેક્ચરીંગ પ્લાન્ટ સ્થાપશે.

જુનાગઢ એચઆઈવીકાંડ માં ગુજરાત હાઇકોર્ટે તપાસ સીબીઆઈને સોપી.

એસ્સાર પાસેથી રૂ.૯૦૦૦ કરોડ વસુલાત કરવા ગુજરાત સરકારને હાઇકોર્ટની લીલીઝંડી.

વર્ષ ૨૦૧૨-૧૩ ની વાર્ષિક યોજના માટે  ગુજરાતે રૂ.૫૧૦૦૦ કરોડ ફાળવ્યા.

Advertisements

One comment on “કરંટ ગુજરાત

  1. rathod mehul
    September 23, 2013

    sankhayatamk kasoti na quastion & answer ane tarkik kasoti

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: