સામાન્ય જ્ઞાન

Materials for GPSC, UPSC, IBPS, Clerk, SBI, Post, TAT, TET, HTAT, PSI, LIC, ONGC, Sub Registrar Exam, SSC etc.

ભારતમાં મહિલાઓ નો ફાળો

 • 1879: જ્હોન ઈલિયટ ડ્રિન્ક વોટ બેથુને 1849માં બેથુન શાળાની સ્થાપના કરી, જે 1879માં બેથુન કોલેજ તરીકે વિકસી, આમ તે ભારતની પ્રથમ મહિલા કોલેજ બની.

 • 1883: ચંદ્રમુખી બસુ અને કાદમ્બનિ ગાંગુલી ભારત અને બ્રિટિશ સામ્રાજ્યની પ્રથમ મહિલા સ્નાતકો બની.

 • 1886: કાદમ્બનિ ગાંગુલી અને આનંદી ગોપાલ જોશી પશ્ચિમી ઔષધ વિજ્ઞાનમાં તાલિમ હાંસલ કરનારા ભારતના પ્રથમ મહિલા બન્યાં.

 • 1905: સુઝેન આરડી ટાટા કાર ચલાવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા. 

 • 1916: પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય, એસએનડીટી (SNDT) મહિલા વિશ્વવિદ્યાલય 2 જૂન 1916ના દિવસે સમાજ સુધારક ધોન્ડો કેશવ કર્વે દ્વારા માત્ર પાંચ વિદ્યાર્થીનીઓ સાથે સ્થાપવામાં આવ્યું.

 • 1917: એન્ની બેસન્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.

 • 1919: અજોડ સમાજ સેવાના માટે, પંડિત રમાબાઈ બ્રિટિશ રાજમાં કૈસર-એ-હિન્દનું સન્માન મેળવનારા પ્રથમ ભારતીય મહિલા બન્યાં.

 • 1925: સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભારતમાં જન્મેલા પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.

 • 1927: અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના થઈ.

 • 1944: અસિમા ચેટરજી ભારતના વિશ્વ વિદ્યાલયમાંથી ડૉક્ટરેટ ઓફ સાઈન્સની પદ્દવી હાંસલ કરનારા પ્રથમ મહિલા બન્યાં.

 • 1947: 15 ઓગસ્ટ 1947ના આઝાદી પછી, સરોજિની નાયડુ સંયુક્ત પ્રાંતોના રાજ્યપાલ બન્યાં અને આ પ્રક્રિયામાં ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ બન્યાં.

 • 1951: ડેક્કન એરવેઝના પ્રેમ માથુર વ્યવસાયી વિમાનચાલક બનનારા પ્રથમ ભારતીય બન્યાં.

 • 1953: વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ(અને પ્રથમ ભારતીય) બન્યા.

 • 1959: અન્ના ચંડી ભારતમાં ઉચ્ચ ન્યાયાલય (કેરળ હાઈકોર્ટ)ના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા.

 • 1963: સૂચેતા ક્રિપલાની ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યાં, ભારતના કોઈપણ રાજ્યમાં આ પદ ધારણ કરનાર પ્રથમ મહિલા બન્યાં.

 • 1966: કેપ્ટન દુર્ગા બેનરજી દેશની વિમાન સેવા ઈન્ડિયન એરલાઈન્સના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા.

 • 1966: કમલાદેવી ચટ્ટોપાધ્યાય સામુદાયિક નેતૃત્વ માટે રોમન મેગ્સેસે એવોર્ડ જીત્યા.

 • 1966: ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.

 • 1970: કમલજીત સંધૂ એશિયન રમતોત્સવમાં સુવર્ણ પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.

 • 1972: કિરણ બેદી ભારતીય પોલીસ સેવામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા.

 • 1979: મધર ટેરેસાએ નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો, આમ કરનાર તેઓ ભારતના પ્રથમ મહિલા નાગરિક બન્યા.

 • 1984: 23 મે ના દિવસે, બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા.

 • 1989: જસ્ટિસ એમ. ફાતિમા બીવી ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયધીશ બન્યા.

 • 1997: કલ્પના ચાવલા અવકાશમાં જનાર ભારતમાં જન્મેલ પ્રથમ મહિલા બન્યા.

 • 1992: પ્રિયા જીંગન ભારતની સેનામાં જોડાનાર પ્રથમ મહિલા બન્યા (આગળ જતા 6 માર્ચ 1993ના તેઓ સેનામાં ઔપચારિક રીતે સામેલ થયા.)

 • 1994: હરિતા કૌર દેઓલ ભારતીય વાયુદળના પ્રથમ ભારતીય મહિલા પાઈલટ બન્યા, જેને એકલાં ઉડ્ડાણ ભરી હતી.

 • 2000: કર્ણામ મલ્લેશ્વરી ઓલ્પિકમાં પદક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા (2000માં સિડનીમાં ઉનાળુ ઓલમ્પિક વખતે કાંસ્યપદક મેળવ્યો હતો.)

 • 2002: લક્ષ્મી સહેગલ ભારતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઊભા રહેનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા.

 • 2004 : પુનિતા અરોરા ભારતીય સેનાના પ્રથમ મહિલા બન્યા, જે લેફ્ટનન્ટ જનરલના સર્વોચ્ચ હોદા સુધી પહોંચ્યા હોય.

 • 2007: પ્રતિભા પાટિલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.

 • 2009: મીરા કુમાર ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર બન્યા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: